મુંબઈ : બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. અભિષેકના અંગત જીવનની વાત કરીએ તો તે પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bacchan) સાથે ખુશખુશાલ છે પણ પ્રોફેશનલ ફ્રન્ટ પર તેને હિટ ફિલ્મની તલાશ છે. હવે અભિષેક બહુ જલ્દી ધ બિગ બુલ(The Big Bull) નામની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મ કુખ્યાત સ્ટોકબ્રોકર હર્ષદ મહેતા (Harshad Mehta)ના જીવન પર આધારિત છે. કોકી ગુલાટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ અજય દેવગન (Ajay Devgn) પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિષેકની હિરોઇન તરીકે નિકિતા દત્તા (Nikita Dutta)ને સાઇન કરવામાં આવી હોવાના સમાચાર છે.
ધ બિગ બુલમાં હિરોઇન તરીકે પહેલાં ઇલિયાના ડિક્રુઝ(Ileana D'Cruz)ને સાઇન કરવાની ચર્ચા હતી પણ બોમ્બે ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આ રોલ નિકિતા દત્તાના ફાળે ગયો છે. નિકિતાએ દિલ્હીમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. નિકિતા ફિલ્મ કબીર સિંહ (Kabir Singh)માં તેના દમદાર રોલને કારણે ચર્ચામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ઇલિયાના પણ છે પણ તે અભિષેકની હિરોઇન નથી. આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતિમ તબક્કામાં શરૂ થશે.
અભિષેક આ સિવાય ફિલ્મમેકર અનુરાગ બાસુની ફિલ્મમાં રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ તેમજ સાન્યા મલ્હોત્રા પણ કામ કરી રહ્યા છે.
LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે